દુબઈ: ગુપ્તચર એજન્સીઓ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આજે મોટી સફળતા મળી છે. સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી પંજાબના મોસ્ટ વોન્ટેટ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ  બિકરીવાલ (Sukh Bhikhariwal ) ને ડિપોર્ટ કરવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: ભારતમાં પગપેસારો કરી ચૂકેલો કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ


અત્રે જણાવવાનું કે ખાલિસ્તાનનો આતંકી સુખ બિકરીવાલ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે કામ કરતો હતો. આતંકી સુખ બિકરીવાલ પંજાબમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગ કરવાનો આરોપી છે. આ ઉપરાંત આતંકી સુખ બિકરીવાલ પર પંજાબમાં શૌર્યચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યાનો પણ આરોપ છે. અત્રે જણાવવાનું કે  પંજાબની નાભા જેલ બ્રેકમાં પણ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલ સામેલ હતો. 


Cabinet: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો 


તપાસ એજન્સીઓ સુખ બિકરીવાલની પૂછપરછ કરશે. પૂછપરછ  દરમિયાન પંજાબમાં ખાલિસ્તાની લિંક પર મોટા ખુલાસા થઈ શકે છે. આ સાથે જ પંજાબમાં ટાર્ગેટ કિલિંગ ઉપર પણ નવી જાણકારીઓ મળી શકે છે. દુબઈમાં આ જ મહિને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને અટકાયતમાં લેવાયો હતો. ત્યારબાદથી તેને ભારત પરત લાવવાની કોશિશ થઈ રહી હતી. 


નોંધનીય છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીમાં 5 આતંકીઓને દબોચ્યા હતા. જેમની પૂછપરછમાં સુખ બિકરીવાલનું નામ ખુલ્યું હતું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube